Message From Principal
આચાર્યશ્રીનો સંદેશ
બનાસઠા જિલ્લાના મધ્યભાગમાં વસેલ ઐતિહાસિક અને વેપારી નગરી ડીસા શહેરના મધ્યભાગમાં ગાયત્રી મંદિરથી શહેરમાં પ્રવેશવાના મુખ્ય માર્ગ પર સ્પોટર્સ કલબની નજીક શાળાનું મકાન આવેલ છે. શાળાથી આગળ જતાં ડીસા શહેરનું મુળ જુનુ બસ સ્ટેશન આવેલ છે. શાળાના મકાનથી પશ્ચિમ-વાયવ્યમાં જિલ્લાના મધ્યમાંથી પસાર થતી ઉતર ગુજરાતની મોટીનદી બનાસ નદી વહે છે. બનાસનાં નિર્મળ જળથી ડીસા અને આજુબાજુનો વિસ્તાર પોષણ મેળવી પૂર્ણ વિકાસ પામેલ છે. શાળાનું મકાન પૂર્વમુખી છે. જેથી ઉગતા સુર્યનાં કોમળ કિરણો સીધા શાળાના વર્ગખંડો સુધી પહોચે છે. શાળાની ઈમારતમાં નાનામોટાં થઈને બાર ઓરડા છે. જે પૈકી પાંચ ઓરડામાં શાળા ચાલે છે. આ મકાનમાં સને 1983થી માધ્યમિક શાળા ચાલે છે. બાકીના મકાનમાં અનુસુચિત જાતિના 50 જેટલાં વિદ્યાર્થીઓ છાત્રાલયમાં રહીને કેળવણીના પાઠ શીખે તેમને રહેવા-જમવાની અને પુરક સગવડો વિના મુલ્યે ટ્રસ્ટ દ્વારા પુરી પાડવામાં આવે છે.આ સંસ્થા ઉત્તેરોતર સિદ્ધિના સોપાનો સર કરતી રહી છે . સંસ્કાર સાથે સારું શિક્ષણ મળે અને શિક્ષણથી વંચિત કોઈ બાળક ના રહે એ સંસ્થાનો મુખ્ય હેતુ છે. આ સંસ્થામાં સાચા અર્થમાં વિદ્યાર્થીઓને ઘડવાનું કાર્ય થતું રહ્યું છે. વિદ્યાર્થીઓની બુદ્ધિશક્તિની ખીલવણી, આત્મિક વિકાસ અને સંવેદનાની કેળવણી દ્વારા ઉત્કૃષ્ટ અને ચરિત્રવાન નાગરિકો તૈયાર કરી સમાજ અને રાષ્ટ્રઘડતરની ઉચી નેમ રખવામાં આવી છે. અહીં વિદ્યાર્થીઓમાં સાહસ, આત્મવિશ્વાસ , અને દ્રઢતા કેળવવાના સઘન પ્રયાસ થાય છે. આ સંસ્થામાં વિદ્યાભ્યાસ માટે પાયાની બધી જ સવલતો ઊભી કરવામાં આવી છે. સાચું શિક્ષણ પામેલા સંસ્થાના વિદ્યાર્થીઓ સમાજની વિવિધ સંસ્થાઓ જેવીકે શાળા, મહાશાળા તથા સરકારી કચેરીઓ અને અન્ય સંસ્થાઓમાં શિક્ષક તથા ઉચ્ચ અધિકારીની ભૂમિકા આ વિદ્યાર્થીઓ નિભાવી રહ્યા છે સમાજ ઘડતર અને રાષ્ટ્ર ઘડતરના મૂલ્યોનું આ રીતે વહન કરવામાં આ સંસ્થા નિમિત્ત બની છે, બની રહી છે અને બનતી રહેશે એવો મારો વિશ્વાસ છે. આ સંસ્થામાં પ્રવેશ મેળવી રહેલાં વિદ્યાર્થીઓ પણ સંસ્થાની આ ઉજ્જવળ સંસ્કારશીલતાનો લાભ પામશે તથા સર્વાંગી કેળવણી મેળવીને જીવનના અનેક સોપાનો સર કરશે એવી મારી શ્રદ્ધા છે. તથા એ માટે આ વિદ્યાર્થીઓને મારી શુભેચ્છા છે. એમની ઉજ્જવળ કારકિર્દી બની રહે એ માટે સંસ્થાના શિક્ષકો પોતાનું વિદ્યાતેજ એમને આપવાના જ છે. એ મેળવીને આ વિદ્યાર્થીઓ કેળવણીના ક્ષેત્રમાં અને પછી જીવનના વિવિધ ક્ષેત્રમાં સફળતા પામે એવી મારી શુભેચ્છા છે.
શાળામાં સમાજના આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી કેળવણીનાં અંગો જેવાકે, ભાષા.સંસ્કૃતિ અને લલિતકળા,નૃત્ય,વ્યાયામ અને રમતગમત વ્યકિતત્વ વિકાસ,સામાજીક મુલ્યો વગેરેનું જ્ઞાન મેળવી સમાજમાં જાય છે. શાળા વર્ષ દરમ્યાન રાષ્ટ્રના નેતાઓ,સંતો અને સમાજ સુધારકોની જન્મ જયંતિ દિને ઉજવણી વિશેષ રીતે કરે છે. અને ડીસા શહેરમાં પ્રસાર-પ્રચાર રેલી મુખ્ય માર્ગો પર નીકળી સમાજમાં જનજાગૃતિ માટે હમેશા પ્રયત્નશીલ રહેશે.વિદ્યા , વિનય , વિચાર , વાણી અને વર્તન ... આ પાંચ શીલનો સમૂહ એટલે પંચશીલ વિદ્યાલય,ડીસા. અહીંયા જીવનમાં ભૌતિક સગવડોથી વંચિત વિદ્યાર્થીઓને ફક્ત વિદ્યા જ નહીં પરંતુ તેમનો સર્વાગી વિકાસ થાય તેમજ તે શાળા અને પરિવારનું નામ રોશન કરે તેવું સર્વાગી શિક્ષણ આપવામાં આવે છે . તો એક વખત શાળાની રૂબરૂ મુલાકાત અવશ્ય લો ... સ્થળ- સ્પોર્ટ્સ ક્લબ નજીક,ગાયત્રી મંદિર રોડ, ડીસા.
શ્રી નયન એ. પરમાર